Tuesday 11 July 2017

👳🏼💐 *સ્વામી વિવેકાનંદ* 💐👳🏼

👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍🏫

📡 *૪ જુલાઇ અવસાન* 📡
👳🏼💐 *સ્વામી વિવેકાનંદ* 💐👳🏼
*(ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક)*

⭐➖➖➖➖➖➖➖➖⭐

💥 *પૂર્વાશ્રમનું નામ* 💥
➖નરેન્દ્ર દત્ત

💥 *ગુરૂ* 💥
➖રામક્રિષ્ન પરમહંસ

💥 *ઉક્તિ*
➖ *"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો."*

📮➖સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.

📮➖ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.

📮➖રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

📮➖ડૉ. વિલીયમ હેસ્ટીએ લખ્યુ છે કે *"નરેન્દ્ર ખરેખર એક પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા. હું દુનિયા ફર્યો છુ પરંતુ જર્મન યુનિવર્સિટિઓના તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પણ મને તેના જેવો પ્રતિભાસંપન્ન અને સંભાવના વાળો યુવક જોવા મળ્યો નથી"*

📮➖મહેન્દ્રલાલ સરકારે કહ્યુ હતું કે , *"આટલી નાની ઉમ્મરે કોઇ યુવાને આટલુ બધુ વાંચન કર્યુ હોય તેવું મેં કદી વિચાર્યુ પણ નહોતું!"*

📮➖કહેવાય છે કે નરેન્દ્રનાથે *ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના* લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું.

⭐👇🏿 *જ્ઞાન કી દુનિયા* 👇🏿⭐

⭐👆🏿 *જ્ઞાન કી દુનિયા* 👆🏿⭐

📮➖નવેમ્બર ૧૮૮૧માં તેની રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી.

📮➖ *બારાનાગોર મઠ*
〰ગુરુના મૃત્યુ પછી મઠવાસીઓએ વિવેકાનંદના નેતૃત્વમાં ગૃહસ્થ અનુયાયીઓની નાણાકીય મદદથી ગંગા નદીના કાંઠે બારાનગર ખાતે એક અર્ધ ખંડેર મકાનમાં એક સમાજની રચના કરી. તે અનુયાયીઓનો પ્રથમ મઠ બન્યો. આ અનુયાયીઓ રામકૃષ્ણના પંથના પ્રથમ અનુયાયીઓ બન્યા.

📮➖૧ મે ૧૮૯૭ના રોજ કલકત્તા ખાતે વિવેકાનંદે *"રામકૃષ્ણ મઠ"*—ધર્મના પ્રચાર માટેની સંસ્થા અને *"રામકૃષ્ણ મિશન"*—વિશેષ સેવા માટેની સંસ્થા ની સ્થાપના કરી.

📮➖શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી અને રાહત કાર્યો દ્વારા જનસમૂહને મદદ કરવાની સંગઠિત સામાજિક-ધાર્મિક અભિયાનની આ શરૂઆત હતી.

📮➖ રામકૃષ્ણ મિશનના આદર્શો કર્મ યોગ આધારિત છે.

📮➖તેમના દ્વારા બે મઠની સ્થાપના થઈ, *એક કલકત્તા પાસે બેલુર ખાતે કે જે રામકૃષ્ણ મઠનું વડુમથક બન્યો* અને *અદ્વૈત આશ્રમ તરીકે ઓળખાતો બીજો મઠ હિમાલય પર માયાવતી ખાતે અલમોરા પાસે* અને બાદમાં *ત્રીજો મઠ મદ્રાસ ખાતે સ્થપાયો*.

📮➖બે સામયિકો શરૂ કરવામાં આવ્યા, *પ્રબુદ્ધ ભારત અંગ્રેજીમાં અને ઉદબોધન બંગાળીમાં*.

📮➖તેમણે *આત્મનો મોક્ષાર્થમ્ જગદ્વિતાય ચ (आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) (પોતાની મુક્તિ માટે અને વિશ્વના કલ્યાણ માટે)ના સિદ્ધાંત પર શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.*

⭐👇🏿 *જ્ઞાન કી દુનિયા* 👇🏿⭐

⭐👆🏿 *જ્ઞાન કી દુનિયા* 👆🏿⭐

📮➖૧૨મી જાન્યુઆરીએ તેમની યાદમાં તેમના જન્મદિવસને ભારતમાં *રાષ્ટ્રીય યુવક દિનની* ઉજવણી કરવામાં આવે છે.

📮➖ નોબેલ વિજેતા કવિ રવિન્દ્રનાથ ટાગોરે જણાવ્યુ હતું, *"તમારે ભારતને જાણવુ હોય તો વિવેકાનંદનો અભ્યાસ કરો. તેમનામાં દરેક વસ્તુ સકારાત્મક(સર્જનાત્મક) છે અને કશું જ નકારાત્મક નથી."*

📮➖તેમના પુસ્તક *રાજ યોગ* માં વિવેકાનંદે, અલૌકિક અંગેના પરંપરાગત વિચારોને તથા રાજયોગથી ‘અન્યના વિચારો વાંચવાની’, ‘પ્રકૃતિની તમામ શક્તિઓને નિયંત્રણમાં રાખવાની‘, ગુઢ શક્તિ મળે છે', 'સર્વજ્ઞ જેવા બની જવાય છે', 'શ્વાસ લીધા વગર જીવી શકાય છે', 'અન્યના શરીરને અંકુશમાં રાખી શકાય છે' હવામાં ઉડી શકાય છે વગેરે જેવા વિચારોને ચકાસ્યા છે.

📮➖સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ એક વખત નોંધ્યુ હતું કે *"વિવેકાનંદે હિન્દુ ધર્મને બચાવ્યો અને ભારતને બચાવ્યુ."*

📮 *ભારતભ્રમણની વિશેષતા :*
➖ કાશીમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ
➖ વૃંદાવન જતાં એક ચમારનો હોકો માગીને પીધો
➖ પંચમના ઘરનું પાણી પીધું
➖ મોચીના ઘરનું ભોજન માગીને ખાધું
➖ અલવરમાં મુસલમાન ભકતો મળ્યા તેમના ઘરે ભોજન કર્યું

📮 *જાદુઈ અસર :*
➖૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ ના દિવસે હોલ ઓફ કોલંબસ તરીકે ઓળખાતા વિશાળખંડમાં ભારે દબદબાપૂર્વક વિશ્વધર્મસંમેલનનો પ્રારંભ થયો. તેમાં ભાષણ કરવાનો વિવેકાનંદનો વારો આવ્યો. તેઓ સૌપ્રથમ બોલ્યા : *અમેરિકાના ભાઈઓ અને બહેનો !* ઉપસ્થિત સૌ લોકોએ પ્રચંડ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા.

📮 *વિદેશીઓને ઘેલું લગાડયું :* ➖માર્ગારેટ એલિઝાબેથ નોબલ (ભગિની નિવેદિતા) સ્વામી વિવેકાનંદના પ્રવચનો અને બુદ્ધિ પ્રતિભાથી આકર્ષાઈને તેમનાં શિષ્યા બન્યા.

⭐👇🏿 *જ્ઞાન કી દુનિયા* 👇🏿⭐

⭐👆🏿 *જ્ઞાન કી દુનિયા* 👆🏿⭐

📮 *સ્વામી વિવેકાનંદે લોકોને સંભળાવેલ રામકૃષ્ણ પરમહંસનો સંદેશો :*
➖ મને મુક્તિ મળે, તેવી વાત કરવી તે પણ સ્વાર્થ છે. ભારતમાં જયાં સુધી એક પણ દુ:ખી – દરિદ્ર છે ત્યાં સુધી મારે મુક્તિ ન જોઈએ.

📮 *બાળકોએ અને મોટેરાઓએ યાદ રાખવા જેવો પ્રસંગ :*
➖એકવાર વર્ગમાં શિક્ષક પાઠ ચલાવતા હતા. નરેન્દ્ર અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો વાતો કરવામાં મશગૂલ હતા. અચાનક શિક્ષકે ચિડાઈને નરેન્દ્રને ચાલુ પાઠમાંથી પ્રશ્ન પૂછયો. બીજા બધા જ વિદ્યાર્થી મિત્રો તો ગભરાઈ જ ગયા. પરંતુ એ બધાના આશ્ચર્ય વચ્ચે નરેન્દ્રએ બધા જ સવાલોના સાચા જવાબો આપ્યા.
➖ચિડાયેલા શિક્ષકે પૂછયું : તો પછી વાતો કોણ કરતું હતું ? બધા જ વિદ્યાર્થીઓએ નરેન્દ્રનું નામ આપ્યું. બધા જ સવાલોના સાચા જવાબ આપનાર નરેન્દ્ર વાતો કરતો હતો તે વાત શિક્ષક કેવી રીતે માને ? તેમણે નરેન્દ્ર  સિવાય સૌને ઊભા રહેવાની સજા કરી. નરેન્દ્ર પણ ઊભો થઈ ગયો. શિક્ષકે કહ્યું તારે ઊભા રહેવાની જરૂર નથી. નરેન્દ્રએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. સાહેબ વાતો કરનાર તો હું જ હતો. મારે તો ઊભા થવું જોઈએ ને !
આમ, બધા જ વિદ્યાર્થીઓ સાથે નરેન્દ્ર પણ વર્ગમાં ઊભો રહ્યો.

💭🎓 *સમીર પટેલ* 🎓💭
📡💥 *જ્ઞાન કી દુનિયા* 💥📡

No comments:

Post a Comment