Tuesday 11 July 2017

👳🏼 *વિષ્ણુપ્રસાદ ત્રિવેદી* 👳🏼

📡👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📡

💥 *૪ જુલાઇ જન્મદિન* 💥
👳🏼 *વિષ્ણુપ્રસાદ ત્રિવેદી* 👳🏼
                
📮➖ગરવા ગુજરાતી, સંનિષ્ઠ સારસ્વત અને મૂર્ધન્ય વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો જન્મ વિ.સં. ૧૯૫૫ના જેઠ વદ બારસને તા. ૪/૭/૧૮૯૯ના રોજ બાજ ખેડાવાળ જ્ઞાતિમાં ઉમરેઠમાં થયો હતો.

📮➖ પિતાનું નામ રણછોડલાલ અને માતાનું નામ જેઠીબાઈ હતું.

📮➖નડિયાદની સરકારી શાળામાં અભ્યાસ કરીને માધ્યમિક શિક્ષણ બોરસદ અને કપડવંજમાં પ્રાપ્ત કર્યું.

📮➖તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા.

📮➖ ઈ.સ. ૧૯૨૦માં સંસ્કૃત ગુજરાતી વિષય સાથે બી.એ. અને ઈ.સ. ૧૯૨૩માં એમ.એ. નો અભ્યાસ પૂરો કર્યો.

📮➖તેઓ સુરતની એમ.ટી.બી. કોલેજમાં ગુજરાતી અધ્યાપક તરીકે જોડાયા.

📮➖તેઓ પી.એચ.ડી.ના ગુજરાતી વિષયના તેઓ અધ્યાપક અને માર્ગદર્શક રહ્યા.

📮➖ઈ.સ.૧૯૩૮ થી જીવનના અંત સુધી તેઓ નર્મદ સાહિત્ય સભાના પ્રમુખપદે રહ્યા હતા.

📮➖ વિષ્ણુપ્રસાદે એમના દીર્ઘ જીવનકાળમાં અને શિક્ષણના ક્ષેત્રે અનેક પદ શોભાવ્યાં છે ને અનેક સન્માન પણ પ્રાપ્ત કર્યા છે.

📮➖તેમણે ઈ.સ. ૧૯૨૪માં ‘ ભાવના સૃષ્ટિ’ થી સાહિત્ય સેવાની શરૂઆત થઇ હતી.

📮➖તેમણે ઈ.સ. ૧૯૩૮થી એમની વિવેચન સાધના વ્યવસ્થિત અને એકાગ્ર બની.

📮
➖ ‘ વિવેચના’,
➖ ‘ પરિશીલન’,
➖‘અર્વાચીન  ચિંતનાત્મક ગદ્ય’,
➖‘ઉપાયન’,
➖‘ ભાવના સૃષ્ટિ’ તેમના વિવેચન ગ્રંથો છે.

📮➖ સાહિત્ય અને શિક્ષણ ઉપરાંત તેમનો ત્રીજો વિચારણા વિષય તે અધ્યાત્મ છે.

📮➖સ્વભાવને વિચારક હોઈ તે ધર્મના આચાર કરતાં તેની પાછળના તત્વવિચારને વધારે મહત્વ એમની વિચારણામાં આપે છે.

📮
➖ઈ.સ. ૧૯૪૪માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક ,
➖ઈ.સ. ૧૯૬૨માં સાહિત્ય અકાદમી દિલ્હીનો ગૌરવ પુરસ્કાર,
➖ ઈ.સ.૧૯૯૫માં ‘પરિશીલન’ વિવેચન ગ્રંથને નર્મદ સુવર્ણચંદ્રક ,
➖ઈ.સ.૧૯૮૫માં પ્રેમાનંદ ચંદ્રક જેવા અનેક એવોર્ડથી સન્માનિત થયેલ છે.

📮➖ઈ.સ. ૧૯૭૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ્ પડવી એનાયત થયેલ છે.

📮➖ગુજરાત સાહિત્ય અકાદમીએ નરસિહ મહેતા એવોર્ડ આપી સન્માનિત કર્યા છે.

📮➖સાહિત્ય, શિક્ષણ અને મૂલ્યનિષ્ઠ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું દસમી ઓક્ટોબર ૧૯૯૧ના રોજ અવસાન થયું. 

⭐🍫 *સમીર પટેલ* 🍫⭐
📡💥 *જ્ઞાન કી દુનિયા* 💥📡

No comments:

Post a Comment