Wednesday 22 November 2017

📖કોઠારી પંચ📖

📖કોઠારી પંચ📖

🔅બીજું નામ➖રાષ્ટ્રીય શિક્ષણ પંચ (૧૯૬૪-૬૬)

🔆 ભારત સરકારે 4 જુલાઈ, 1964ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પ્રો. ડી. એચ. કોઠારીના અધ્યક્ષપદે એક પંચની નિમણૂક કરી.

🔆આ પંચમાં 14 જેટલા સભ્યો હતા. તેમાં 9 ભારતીય અને 5 ભારત સિવાયના સભ્યો હતા.

🔆કોઠારી કમિશન ભારતના શિક્ષણના ઈતિહાસમાં ‘મેગ્નાકાર્ટા’ તરીકે જાણીતું બન્યું હતું.

    💢ભારતના શૈક્ષણિક ઈતિહાસમાં આ આયોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનાં બે કારણો છે.

(૧) શિક્ષણના પુનરુદ્ધાર માટે વ્યાપક વિચાર

(ર) રાષ્ટ્રીય શિક્ષણનીતિનું માળખું તૈયાર કર્યું.

🔆 સરકાર દ્વારા શિક્ષણ માટે રચવામાં આવેલું આ છઠ્ઠું પંચ હતું. પરંતુ વાસ્વતિક રીતે ભારતીય શિક્ષણ પદ્ધતિનો સંર્વાંગી અભ્યાસ કરનાર આ પ્રથમ પંચ હતું. જેના પરિણામ સ્વરૂપ ૧૯૬૮માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. તેની મુખ્ય ભલામણો નીચે મુજબ હતી.

🔅રાષ્ટ્રીય જીવનની જરૂરિયાતો અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવવી.

🔅યોગ્ય સ્તર પ્રાપ્ત કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કરવી.

🔅 સમાન શૈક્ષણિક અવસરો ઉપલબ્ધ કરાવવા.

🖊જય ભાઈ
🔆જ્ઞાન કી દુનિયા🔆
🔅Mission Tet🔅

No comments:

Post a Comment