Wednesday 22 November 2017

🌹 *કેળવણી* 🌹

💥 *MISSION TET 1*💥
 
        🌹 *કેળવણી* 🌹

➡કેળવણીના મુખ્ય ત્રણ હેતુઓ  છે. - સામાજિક , વ્યક્તિગત અને વિશિષ્ટ

➡Education શબ્દએ લેટિન ભાષાના  Educare શબ્દ પરથી ઉતારી આવ્યો છે.

➡કેળવણીની પ્રક્રિયા જ્ઞાનોપાર્જન કરે છે.

➡ શિક્ષણવિદ જ્હોન ડ્યુઈ કેળવણીની પ્રક્રિયાને ત્રિધ્રુવીય પ્રક્રિયા ગણાવે છે.

➡શિક્ષણની ત્રિધ્રુવીય પ્રક્રિયામાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ સમાવેશ થાય છે.

➡શિક્ષણ માં 3H  નો અર્થ હેડ, હાર્ટ અને હેન્ડ થાય છે.

🌹 *કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ* 🌹

➡ માનવીની સંપૂર્ણ વ્યક્તિમતા પ્રગટીકારણ એટલે કેળવણી - *સ્વામી વિવેકાનંદ*

➡શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને વિશ્વાસી બનાવે છે.- *ઋગ્વેદ*

➡ હું કદી શીખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે - *આઇનસ્ટાઇન*

➡અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી - *એચ.જી. વેલ્સ*

➡કેળવણી એ બાળક યા માનવીના મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારણ - *ગાંધીજી*

➡Education is the creation of a sound mind in a body - *એરિસ્ટોટલ*

➡કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ - *ડો . રાધાકૃષ્ણન*

➡માણસ જ એક એવું પ્રાણી છે જેને કેળવી શકાય - *મનુભાઈ પંચોળી*

➡માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે કેળવણી - *યાજ્ઞવલ્કય*

➡કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે - *રુસો*

➡તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મનનું ઘડતર થાય છે. - *એરીસ્ટોટલ*

  
  ✍ લલિત

    *🏖જ્ઞાન કી દુનિયા🏖*

No comments:

Post a Comment