Wednesday 22 November 2017

👨🏻‍🏫 *પ્રજ્ઞા અભિગમ* 👩🏻‍🏫

👨🏻‍🎓👨🏻‍🏫 *પ્રજ્ઞા અભિગમ* 👩🏻‍🏫👩🏻‍🎓

👉🏿પ્રજ્ઞા એટલે *‘પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન’*. નામ જ સૂચવે છે કે અહીં સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પ્રવૃત્તિ આધારિત છે. વર્ગના સમગ્ર બાળકોને કેન્દ્રમાં રાખી, તેમની વૈયક્તિક ભિન્નતાને ધ્યાનમાં લઈ તેમની ક્ષમતા – ગતિને આધારે શિક્ષણ આપવાની વ્યવસ્થાને ઉપકારક નીવડે તેવો અભિગમ એટલે *‘પ્રજ્ઞા’*.

👉🏿પ્રજ્ઞા અભિગમ પરંપરાગત પદ્ધતિથી તદ્દન ભિન્ન છે. અહીં વર્ગખંડ છે પણ પાટલીઓ નથી, કાળું પાટિયું નથી, સમયે સમયે બેલ વાગતા નથી. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સામગ્રીઓ લાવવાની નથી અને પરંપરાગત બેઠક વ્યવસ્થા પણ નથી. મૂલ્યાંકન છમાસિક કે વાર્ષિક પરીક્ષાઓ નથી, રૂપ નથી થતું પણ નિશ્ચિત કરેલ જુથ કાર્ય પુરૂ થતાં વિદ્યાર્થી સ્વયં તેનું મૂલ્યાંકન કરે તેવી વ્યવસ્થા છે. અહીં પરંપરાગત શિક્ષણ કરતાં પ્રજ્ઞા અભિગમ તદ્દન ભિન્ન રીતે ઉપસી આવે છે. ટૂંકમાં કહી શકાય કે અહીં મૂલ્યાંકન *“ભારવિનાનું”* છે.

👉🏿‘પ્રજ્ઞા’ અભિગમ શરૂઆતના તબક્કે એટલે કે *જૂન-૨૦૧૦* માં ‘ધોરણ-૧, ૨’ માં (બંને વર્ગો એક સાથે) અસ્તિત્વમાં આવ્યો અને કુલ ચાર ધોરણ સુધી છે. ધોરણ- ૧ અને ૨ ના પ્રથમ વર્ગમાં કુલ અભ્યાસક્રમને નીચેના વિભાગો અંતર્ગત સાંકળી લેવામાં આવ્યો છે.

[૧] પર્યાવરણ
➖લીલો કલર💚
[૨] ગુજરાતી
➖પીળો કલર💛
[૩] ગણિત
➖વાદળી કલર💙
અને...
*સપ્તરંગી પ્રવૃત્તિઓ :*
*(જા,ની,વા,લી,પી,ના,રા)*

૧) *જા*તે કરીએ
૨) *ની*રખીયે
૩) *વા*દ સવાંદ
૪) *લી*ન રહીએ
૫) *પી*છાણીએ
૬) *ના*ટક
૭) *રા*ગ રાગીણી

👆🏿ઉપરોક્ત વિષયોના અભ્યાસક્રમ ને શીખવા માટે કુલ ૧૯ માઈલસ્ટોન નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત દરેક માઈલ સ્ટોનમાં કુલ ‘૫’ મુખ્ય મુદ્દા અને દરેક મુદ્દાના પાંચ પેટા મુદ્દા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિથી શીખવાની વ્યવસ્થા રાખવામા આવી છે.

💁🏻‍♂ *મુખ્ય હેતુ :-*

👉🏿આ અભિગમ બાળકો માટે પોતાની ગતિએ અને સ્તરે શિક્ષણ શીખવા માટેની તક આપે છે.

👉🏿બાળકો માટે અનુભવ દ્વારા શીખવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

👉🏿શિક્ષકો અને સાથીદારો સાથે મળીને શીખવાની તક આપે છે.

👉🏿આ અભિગમ બાળકોને વિવિધ પ્રોજેક્ટ વર્ક તથા બહારના કામ શીખવાની ક્ષેત્રને ખુલ્લી તક પૂરી પડે છે.

👉🏿બાળકોને તણાવમુક્ત સતત મૂલ્યાંકન રહિત શિક્ષણ આપવાની તક આપવામા આવે છે.

👉🏿આ અભિગમ દ્વારા બાળકને અભ્યાસ શીખવાની રીત શીખવવામા આવે છે.

👉🏿કોઈપણ જાતના ભાર વિનાનું ભણતર આ પદ્ધતિ દ્વારા શીખવાડવામા આવે છે.

💁🏻‍♂ *પ્રજ્ઞા નો શાળા માં ઉદેશ :*

🧐 *વર્ગખંડ મા :*
👉🏿આ વર્ગખંડમા બાળકો જ્યાં તેઓ આવે છે અને શીખવા માટે ખુશી થશે તેવી મુક્ત વાતાવરણ આપનારું સ્થળ છે.આ જગ્યાએ જ્યાં સામગ્રી તેમના પહોંચની અંદર હોય છે અને તેઓ પણ તેમની જરૂરિયાત પ્રમાણે ત્યાં માલ ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે.

🧐 *વિષય વર્ગખંડ :*
👉🏿સામાન્ય વર્ગખંડની જગ્યાએ વિષયલક્ષી વર્ગખંડ બનાવવામા આવેલ છે. જે તે વિષયને શીખવા માટે બાળક તે વિષયને અનુરૂપ મટીરીયલ તરતજ મેળવી શકે તેવી રીતના બનાવેલ છે. અને ભાષા-EVS અને ગણિત-રેઇન્બો પ્રવૃત્તિઓ માટે અલગ રૂમ શાળાઓમાં આયોજીત કરવામાં આવે છે.

🧐 *બેઠક વ્યવસ્થા :*
👉🏿શિક્ષકો તથા બાળકોને ખુરશી તથા બેન્ચીસની જગ્યાએ જમીન ઉપર સાદડી પાથરીને બેસવાનું રહેશે. દરેક શાળાને આ માટેની શાદડી તથા શેતરંજી પૂરી પાડવામા આવશે.

*પ્રજ્ઞાનો અર્થ એટલે...*
*બુદ્ધિ,સમજણ અને શાણપણ નો સમન્વય.*

🧐 *ગ્રુપની રચના :*
👉🏿કોઈપણ બે વર્ગખંડના ધોરણ-૧ અને ધોરણ-૨ ના વિદ્યાર્થીઓએ સાથે રહીને. ૬ ગ્રુપની અંદર તેની વહેચણી કરવાની રહશે દરેક ગ્રુપની રચના આ પ્રમાણે રહશે.
(૧) શિક્ષક સપોર્ટેડ ગ્રુપ
(૨) આંશિક શિક્ષક સપોર્ટેડ ગ્રુપ (૩) પીઅર સપોર્ટ ગ્રુપ
(૪) આંશિક પીઅર સપોર્ટ ગ્રુપ
(૫) સ્વયમ રીતના શીખી શકે તેવું ગ્રુપ
(૬) શીખવવાની રીતનું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ.

🧐 *પ્રજ્ઞાના વર્ગખંડનું ભૌતિક પર્યાવરણ:*
👉🏿રેક અને ટ્રેલેડર, ગ્રુપ ચાર્ટ, વિદ્યાર્થી સ્લેટ, શિક્ષક સ્લેટ, વિદ્યાર્થી પ્રગતિ - આલેખ, ડિસ્પ્લે, શીખવા માટેના ચાર્ટ / ચાર્ટ દ્વારા થતી પ્રવૃત્તિ, કામ પોથી, ફ્લેશ કાર્ડ, ગેમ બોર્ડ, પ્રારંભિક રીડર, સચિત્ર શબ્દકોશ, રેઇન્બો પ્રવૃત્તિ, વિદ્યાર્થી પ્રોફાઇલ, વિદ્યાર્થી પોર્ટફોલિયો, EVS પ્રોજેક્ટ શીટ્સ, ગણિત પ્રેક્ટિસ બુક, ગુજરાતી વાંચનમાળા, EVS – મનન, શિક્ષકો માટે હેન્ડબુક, તાલીમ મોડ્યુલ, TLM બોક્સ, તાલીમ સીડી, હિમાયત સીડી, શોપ સીડી અને જિંગલ, પ્રજ્ઞા ગીત.

💁🏻‍♂ *પ્રજ્ઞા અભિગમના અગત્યના તબક્કા :*

👉🏿પ્રજ્ઞા અભિગમમાં શીખવાની એક સળંગ પ્રક્રિયા ઘણી બધી નાની નાની પ્રવૃત્તિઓ અને વિભાગોમાં વિભાજિત છે. જે અંતર્ગત કેટલાક તબક્કાઓ....

💁🏻‍♂ *વિદ્યાર્થી કેવી રીતે શીખે છે?*

👉🏿બાળક શાળા પ્રવેશ પૂર્વે સ્થાનિક પર્યાવરણમાંથી ઘણા પૂર્વાનુભવો લઈ આવે છે. તે શું શું શિખીને આવે તેની શિક્ષકે નોંધ કરવાની હોય છે. વિદ્યાર્થી કયા માધ્યમથી વધુ સારુ શીખી શકે તે જોવાનું અને તેવું માધ્યમ પૂરું પાડવાનું મહત્વનું કામ શિક્ષકનું છે.

👉🏿વિદ્યાર્થી કયા માધ્યમથી વધુ સારું શીખશે તે જાણવા નીચે મુજબની કેટલીક પ્રવૃત્તિઑ હાથ ધરવામાં આવે છે.

💁🏻‍♂ *દા.ત.-*

👉🏿જુદી જુદી વસ્તુઓને એક એક ઇન્દ્રિયો દ્વારા ઓળખ કરાવવી.
👉🏿દિવાલ પર ચાર્ટ લટકાવી પેન કે સ્કેચ પેન વડે લખવું.
👉🏿વાર્તા કરવી.
👉🏿વર્તુળના પરિઘને શુત્ર અને સાધન વડે શોધવો.

👉🏿ટૂંકમાં વિવિધ પ્રવૃત્તિઑના અનુભવો પૂરા પડ્યા બાદ શિક્ષક એ અનુભવશે કે વિદ્યાર્થી...

- અનુભવ દ્વારા
- અનુકરણથી
- સાથી મિત્રો પાસેથી
- ઇન્દ્રિઓ દ્વારા
- સાધન સામગ્રી કે
- હરીફાઈથી શીખે છે.

👉🏿પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો આ નવીન અભિગમ ગુજરાતમાં આ રીતે પ્રથમવાર શરૂ થયો છે. તેના અમલીકરણ સંબંધી પ્રત્યાયનની મર્યાદાને લીધે કે શિક્ષકની અસ્પષ્ટતાને લીધે ખામી રહેવાની શક્યતાને નકારી ના શકાય. એમ છતાં પણ આ અભિગમ પરંપરાગત “પેન, પાટી ને સોટી” થી વિપરીત અને “એજ્યુકેશન મિન્સ ટુ ડ્રો આઉટ” ની શિક્ષણની ખરી વ્યાખ્યાને સાકરિત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરશે તે નિ:શક છે.

⬛◽⬛◽⬛◽⬛◽⬛◽⬛
💁🏻‍♂ *Edited By* 👇🏿
👨🏻‍🎤🌞 *પૃથ્વીરાજસિંહ ચૌહાણ* 🌞👨🏻‍🎤

💭♥🌏 *જ્ઞાન કી દુનિયા* 🌏♥💭

No comments:

Post a Comment