Monday 17 July 2017

🔳 *શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખ* 🔳

👩🏻‍🌾👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍🌾

💥 *આજે ૧૫ જુલાઇ* 💥
🔳 *શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખ* 🔳

📮➖ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું યોગદાન આપનાર મહાન દેશભક્ત સન્નારી શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખનો જન્મ ૧૫/૭/૧૯૦૯ના રોજ થયો હતો.

📮➖આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ પાસ કર્યું. ઈ.સ.૧૯૪૨માં મદ્રાસમાંથી કાયદાના સ્નાતક થયા.

📮➖તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં અને પાછળથી ભારતની સુપ્રીમ કોર્ટમાં વકીલાત પણ કરી.

📮➖ઈ.સ.૧૯૪૬માં તેઓ બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા અને છ વર્ષ સુધી આ પદ શોભાવ્યું.

📮➖ઈ.સ.૧૯૫૩માંતેઓ પ્રખર અર્થશાસ્ત્રી અને તે સમયના ભારતના નાણામંત્રી શ્રી સી.ડી.દેશમુખ સાથે લગ્નગ્રંથીથી જોડાયા.

📮➖ આયોજનપંચના સભ્ય તરીકે અને મધ્યસ્થ સમાજકલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ આપી હતી.

📮➖ઈ.સ. ૧૯૨૧માં તેમણે કાકીન્દાની મહિલાઓ અને કન્યાઓ માટે ‘ બાલિકા હિન્દી પાઠશાલા’ શરૂ કરી હતી.

📮➖ઈ.સ.અ ૧૯૪૬માં ગાંધીજીએ તેમને આંધ્રમાં હિન્દી ભાષાના પ્રચાર માટે સુવર્ણચંદ્રક એનાયત તથ્યો હતો.

📮➖ઈ.સ. ૧૯૭૫માં ભારત સરકાર તરફથી તેમને’ પદ્મ વિભૂષણ’નો ઈલકાબ એનાયત થયો હતો.

📮➖ ઈ.સ. ૧૯૭૩માં તેમણે ‘ નિરક્ષરતા નિવારણના કાર્ય માટે નેહરૂ એવોર્ડ અર્પણ થયો હતો.

📮➖ ઈ.સ.૧૯૭૮માં ‘ યુનેસ્કો એવોર્ડ અને ઈ.સ. ૧૯૭૯માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસ માટેનો હોરમેનએવોર્ડ પ્રાપ્ત કરવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું.

📮➖ તેમનું અવસાન નવમી મે ૧૯૮૧ના રોજ થયું હતું.

📮➖ઈ.સ. ૧૯૩૭માં તેમણે સ્થાપેલી ‘ આંધ્ર મહિલા સભા’ તેમના સ્વાર્પણ અને સેવાભાવનાના પ્રતિક તરીકે સદા તેમની યાદ આપતી રહેશે.

📮➖એક મહાન સામાજિક સ્ત્રી કાર્યકર તથા અસાધારણ હિંમત ધરાવતા પ્રખર દેશ ભક્ત સન્નારી તરીકે તેમની જીવન ધૂપસળીની મહેંક ભારતના નારી સમાજને સદા પ્રેરણાની સુવાસ આપતી રહેશે. 

👩🏻‍🏫🎙 *સમીર પટેલ* 🎙👩🏻‍🏫
🏖🏝 *જ્ઞાન કી દુનિયા* 🏝🏖

No comments:

Post a Comment