Monday 17 July 2017

👳🏼 *ઘનશ્યામ નાયક* 👳🏼

👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍🏫

🍫 *૧૨ જુલાઇ જન્મદિન* 🍫

👳🏼 *ઘનશ્યામ નાયક* 👳🏼
          
📮➖સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક *‘તારક મહેતાના ઉલટા ચશ્માં ’* માં નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું ભજવનાર ઘનશ્યામ નાયક  નો જન્મ તા. ૧૨/૭/૧૯૪૫ ના રોજ  મહેસાણા જીલ્લાના વડનગર પાસે આવેલ ઊંઢાઈ ગામમાં થયો હતો.

📮➖ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે.

📮➖તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાસંદા ના  રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા.

📮➖સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા.

📮➖ આમ ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.

📮➖જેને *‘મુંબઇનો રંગલો‘* તરીકે પણ ઓળખવામાં આવે છે.

📮➖એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી.

📮➖રંગભૂમિ તેમજ ભવાઈ એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે..

📮➖તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો‘ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે.

📮➖તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. 

💥 *સમીર પટેલ* 💥
📡🎓 *જ્ઞાન કી દુનિયા* 🎓📡

👩🏻‍🏫👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👩🏻‍🏫

No comments:

Post a Comment