Monday 17 July 2017

💥 *Preposition (નામયોગી અવ્યય)* 💥

🏖 *ABCD (🅰ny 🅱ody Can Do)* 🏖

💥 *Preposition (નામયોગી અવ્યય)* 💥

👩🏻‍🏫➖➖ *Day:2* ➖➖👩🏻‍🏫

👩🏻‍🎓 *(2) Over* 👩🏻‍🎓

◾જ્યારે એક વસ્તુ બીજી વસ્તુને અડકયા સિવાય સમાંતર (આડી લીટી માં) રહેલી હોય ત્યારે *Over* શબ્દ વપરાય.

🏝દા.ત :
➖There is a bridge *over* the river.
➖The clouds are *over* our head.

◾જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ ને અડકીને ઉપર હોય પરંતુ નીચે ની સમગ્ર વસ્તુ તેનાથી ઢંકાયેલી હોય તો *On* ને બદલે *Over* વપરાય.

🏝દા.ત:
➖Peon spread the cloth *over* the table.

◾ *Over* શબ્દ ના અન્ય કેટલાક અર્થ :-  *સમાપ્ત થવું , થી વધારે , જરૂર કરતાં વધારે.*

👩🏻‍🏫➖➖➖➖➖➖➖👩🏻‍🏫

👩🏻‍🎓 *(3) Above (ઉપર)* 👩🏻‍🎓

◾જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર લંબરૂપે (ઊભી લીટી માં) રહેલ હોય ત્યારે *Above* વપરાય છે.

🏝દા.ત:
➖The fan is *above* our head.

◾ઉપર રહેલી બે વસ્તુમાં વધારે ઉપર રહેલી વસ્તુ માટે *Above* વપરાય છે.

🏝દા.ત:
➖Picture is *above* the switch board.
➖The aeroplane is flying *above* the clouds.

👩🏻‍🏫➖➖➖➖➖➖➖👩🏻‍🏫

👩🏻‍🎓 *(4) In (ની અંદર)* 👩🏻‍🎓

◾જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની અંદર રહેલ છે તે દર્શાવવા *In* શબ્દ વપરાય છે.

🏝દા.ત:
➖There is a red pen *in* my pocket.
➖Principal was *in* his office.

◾ *દેશ , રાજ્ય , નગર , શહેર , તથા ખંડ માં રહેલ વ્યક્તિ કે વસ્તુ* ને નિર્દેશ કરવા *In* શબ્દ વપરાય છે.

🏝દા.ત:
➖We find different cultures *in* India.
➖ My brother lives *in* Gandhinagar.

◾ જ્યારે કોઈ વ્યક્તિ કોઇપણ કામ સ્થાયી રીતે લાંબા સમય થી કરતી હોય ત્યારે *In* વાપરી શકાય છે.

🏝દા.ત:
➖My younger son is *in* Army.
➖I am *in* the Education.

◾ *કોઈ કાર્યનો સમયગાળો એટલે કે મહિનાનું નામ , ઋતુ , સાલ* દર્શાવવા *In* વાપરી શકાય છે.

🏝દા.ત:
➖My uncle arrives *in* January from U.S.A.
➖She will visit Delhi *in* Summer.

◾જ્યારે *A અથવા An આર્ટિકલ Car , Taxi કે Jeep જેવા સાધનનું નામ આવે* તો તેના આગળ *In* વાપરી શકાય છે.

🏝દા.ત:
➖My father goes to office *in* a car.
➖They visited whole Mumbai *in* a taxi.

👩🏻‍🏫➖➖➖➖➖➖➖👩🏻‍🏫

💥 *Samir Patel* 💥
📮🏖📮 *ABCD* 📮🏖📮
🏝 *🅰ny 🅱ody Can Do* 🏝

👩🏻‍🏫➖➖➖➖➖➖➖👩🏻‍🏫

No comments:

Post a Comment