Monday 17 July 2017

📑 *āŠŽંāŠ§ાāŠ°āŠĢāŠĻા āŠŠāŠ°િāŠķિāŠ·્āŠŸો* 📑

🦋📑 *જ્ઞાન કી દુનિયા* 📑🦋

📑 *બંધારણના પરિશિષ્ટો* 📑

⭐➖ *બંધારણના કુલ 12  પરિશિષ્ટો  છે*

🦋➖પ્રથમ પરિશિષ્ટમાં ભારતના રાજ્યોનાં નામ તથા કેન્દ્ર શાસિત પ્રદેશોનાં વિસ્તારનું વર્ણન અને યાદી .

🦋➖બીજા પરિશિષ્ટમાં રાષ્ટ્રપતિના , ગવર્નરના , લોકસભાના સ્પીકર , અને ડેપ્યુટી સ્પીકરના , રાજ્યસભાના ચેરમેન  અને ડેપ્યુટી ચેરમેન , સુપ્રીમ કોર્ટના  અને હાઈ  કોર્ટના મુખ્ય ન્યાયાધીશ  અને અન્ય ન્યાયાધીશોના , વિધાનસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના , વિધાનપરિષદના ચેરમેન  અને ડેપ્યુટી ચેરમેનના પગાર અને ભથ્થા દર્શાવેલા છે .

🦋➖ ત્રીજા પરિશિષ્ટમાં રાષ્ટ્રપતિ , ઉપરાષ્ટ્રપતિ , ન્યાયાધીશો , મંત્રીઓ  વગેરે દ્વારા શપથ ગ્રહણના નમુના .

🦋➖ચોથા પરિશિષ્ટમાં રાજ્યસભાની બેઠકોની રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો પ્રમાણે ફાળવણીની વિગતો .

🦋➖પાંચમા પરિશિષ્ટમાં અનુસુચિત જનજાતીઓનાં વહીવટ અને નીયન્ત્રણને લગતી માહિતી .

🦋➖છઠ્ઠા પરિશિષ્ટમાં આસામ , મેઘાલય , ત્રિપુરા અને મિઝોરમ , રાજ્યોના જનજાતિના ક્ષેત્રોનાં વહીવટની બાબતો .

🦋➖સાતમાં પરિશિષ્ટમાં કેન્દ્રની યાદીના  વિષયો , રાજ્યોની યાદીના  વિષયો  અને સંયુક્ત યાદીના  વિષયોની યાદી આપેલી છે .

🦋➖આઠમા પરિશિષ્ટમાં બંધારણ માન્ય 22 ભાષાઓની યાદી આપેલી છે .

🦋➖નવમાં પરિશિષ્ટમાં રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલો જમીન વેચાણનો કાયદો તથા જમીનદારી નાબુદીનો કાયદો અને બંધારણના  66  સુધારાથી ઉમેરાયેલા જમીન સુધારાઓ . જેની અદાલત સમિક્ષા  ન  કરી શકે  .

🦋➖દસમા પરિશિષ્ટમાં 1985  માં બંધારણના 52 મા સુધારા દ્વારા ઉમેરાયેલા આ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી નિયમો દર્શાવેલ છે , તે અનુસાર જે પક્ષમાંથી ચૂંટાયા હોય તે પણ છોડીને અન્ય પક્ષમાં જોડાય કે પક્ષના આદેશ  ( વ્હીપ ) નો અનાદર કરે તો સભ્યપદેથી ગેરલાયક કરે . જો કે પક્ષ કાઢી મુકે કે એક સાથે ત્રીજા ભાગના સભ્યો  પક્ષ પલટો કરે તો ગેરલાયક ન ઠરે.

🦋➖અગિયારમું પરિશિષ્ટ : આ પરિશિષ્ટ બંધારણના 73 મા સુધારાથી ઉમેરવામાં આવ્યું છે . પંચાયતને લગતી સત્તા અને અધિકારની 29 વિષયોની યાદી આપેલી છે .

🦋➖બારમું પરિશિષ્ટ  : આ પરીશિષ્ટના બંધારણના 74 મા સુધારા  (1992) થી ઉમેરવામાં આવ્યું છે .  નગરપાલિકાઓની સત્તા અને અધિકારની 18 વિષયોની યાદી આપેલી  છ

🦋📑 *જ્ઞાન કી દુનિયા* 📑🦋

No comments:

Post a Comment