➖➖➖➖➖➖➖➖➖➖➖
👩🎓 *ગુજરાતી સમાસ પરિચય* 👨🏻🎓
➖➖➖➖➖➖➖➖➖➖➖
💁🏻♂ *સમાસ એટલે સમ + આસ એટલે કે સાથે બેસવું. બે કે બેથી વધારે પદ સંયોજાઈ એક નવો એકમ રચે તો તેને સમાસ કહે છે.*
➖ સમાસનો હેતુ શબ્દોની કરકસર કરી વાતને સંક્ષેપમાં રજૂ કરવાનો છે.
➖ બે પદોને વિભક્તિનો પ્રત્યય મૂકી છૂટા પાડવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે.
➖ સામાસિક શબ્દમાં આવતા પ્રથમ શબ્દને *પૂર્વપદ*અને દ્વિતીય શબ્દને *ઉત્તરપદ* કહેવામાં આવે છે.
➖પૂર્વ એટલે પહેલું પદ અને ઉત્તર એટલે બીજું પદ.
➖➖➖➖➖➖➖➖➖➖➖
👨🏫🔹 *જ્ઞાન કી દુનિયા* 🔹👩🏫
➖➖➖➖➖➖➖➖➖➖➖
💁🏻♂ * દ્વંદ્વ સમાસ*
➖ બંને પદોનું સરખું મહત્વ હોય છે.
➖ વિગ્રહ કરતી વખતે *અને* *તથા* , *યા* , *અથવા* , *કે* જેવા સંયોજનો આવે છે.
➖ દ્વંદ્વ સમાસ જોડકું જ હોય છે.
🦋➖ *ઉદાહરણો* ➖
➖ધનુષબાણ
➖માબાપ
➖દંપતી
➖ગુરૂશિષ્ય
➖અંજળ
➖તેજીમંદી
➖હાથપગ
➖ઊંચનીચ
➖ખેંચતાણ
➖રાગદ્વેષ
➖સોયદોરો
➖તારટપાલ
➖સોનુરૂપું
➖વેશટેક
➖વેરઝેર
➖હષ્ટપુષ્ટ
➖નરનારી
➖દવાદારૂ
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
👨🏻🎓👩🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻🎓👩🎓
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
💁🏻♂ *દ્વિગુ સમાસ*
➖ પૂર્વપદ ચોક્કસ સંખ્યાદર્શાવતું હોય છે.
➖જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.
➖ઉત્તરપદ સંજ્ઞા હોય` છે.
➖જેમ કે પંચવટી – પાંચ વડનો સમૂહ.
🦋➖ *ઉદાહરણો* ➖🦋
➖નવરાત્રી
➖ત્રિકોણ
➖ત્રિલોક
➖પંચામૃત
➖પ્રાક્ષિક
➖ચોમાસું
➖પંચવટી
➖પંચદેવ
➖ત્રિદેવ
➖ત્રિશૂલ
➖ચતુર્ભુજ
➖દશેરા
➖સપ્તાહ
➖નવરંગ
➖સપ્તપદી
➖ચોખંડ
➖ચોધાર
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
👩🎓 *જ્ઞાન કી દુનિયા* 👩🎓
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
💁🏻♂ *કર્મધારય*
➖ પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરે છે.
➖ દા.ત.- શ્યામવર્ણ ( શ્યામ એવો વર્ણ)મહાથી શરૂ અને રૂપીથી વિગ્રહ થાય છે.
➖ રૂપી,એવા,તેવું,જેવું,એવી જેવા શબ્દોમાંથી ગમે તે એક શબ્દ આવે ત્યારે કર્મધારય સમાસ બને છે.
🦋➖ *ઉદાહરણો* ➖🦋
➖મહાસિદ્ધિ
➖ભૂતકાળ
➖ઉપવસ્ત્ર
➖હરિવર
➖લંબગોળ
➖દુકાળ
➖પાણીપોચું
➖મધ્યરાત્રી
➖ભરપેટ
➖વરદાન
➖એકમાત્ર
➖મહાપુરૂષ
➖તીર્થોત્તમ
➖જ્ઞાનબોધ
➖અમરવેલ
➖દીર્ઘદ્રષ્ટ્રી
➖મહોત્સવ
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
👩🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻🎓
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
🦋➖ *ઉપપદ સમાસ* ➖🦋
💁🏻♂ પૂર્વપદ નામના અર્થનું સૂચન કરતુ હોય અને ઉત્તરપદ કામના અર્થનું સૂચન કરે છે.
💁🏻♂ ઉત્તરપદ ક્રિયાધાતુ હોય છે. વિગ્રહ કરતી વખતે નાર, નારી, વાળી શબ્દ આવે છે.
💁🏻♂ ઉત્તરપદમાં જ,દ,સ્થ,ઘર,કર,હર,કાર,રાખું
➖દા.ત.-ગૃહસ્થ –ગૃહમાં રહેનાર ,
🦋➖➖ *ઉદાહરણો* ➖➖🦋
➖મનોહર
➖અમલદાર
➖પંકજ
➖પગરખું
➖જશોદા
➖ગ્રંથકાર
🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋
💁🏻♂ *બહુવ્રિહી સમાસ*
➖ સમાસમાં આખું પદ વિશેષણ તરીકે વપરાય છે. અને જેનો વિગ્રહ કરતી વખતે જેમનામાં તેમનામાં ,જેમને તેમને,જેવું તેવું માંથી ગમે તે એક સર્વનામ મૂકવામાં આવે છે.
➖ બહુવ્રિહી સમાસ હંમેશા વિશેષણ તરીકે ઓળખાય છે.
➖ દા.ત. શ્વેતાંબર – શ્વેત ( સફેદ) છે જેના અંબર (વસ્ત્ર) તે.
➖🦋🦋 *ઉદાહરણો* 🦋🦋➖
➖ચતુર્ભુજ
➖નિસ્પૃહ
➖નિરક્ષર
➖નાખુશ
➖રસિક
➖નિરાધાર
➖સૂર્યમુખી
➖ધૂમકેતુ
➖ચક્ષુ:શ્રવા
➖અણખૂટ
➖હરખઘેલા
🦋🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋🦋
💁🏻♂ *મધ્યમપદલોપી સમાસ*
➖ પૂર્વ પદ અને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલ હોય છે.
➖ વચ્ચેનું પદ લુપ્ત થયેલું હોય છે., વિગ્રહ વખતે તે પદ મુકાય છે.
➖ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે વધારાના પડો ઉમેરાય છે.
➖ દા.ત.- મરણપોક = મરણ વખતે મુકાતી પોક , દીવાદાંડી = દીવો બતાવતી દાંડી
🦋➖➖ *ઉદાહરણો* ➖➖🦋
➖ધારાસભા
➖ગણવેશ
➖મૂર્ખવિદ્યા
➖તપશ્વર્યા
➖વિજયધ્વજ
➖દવાખાનું
➖ઘોડાગાડી
➖વર્તમાનપત્ર
➖શિષ્યવૃત્તિ
➖આગગાડી
🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋
🦋➖ *તત્પુરૂષ સમાસ* ➖🦋
➖ જે સમાસમાં પૂર્વપદઅને ઉત્તરપદ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલાં હોય છે.
➖ પ્રત્યય ;- ને,થી, થકી, વડે, માટે, નો, ની, નું,માં, પર
➖ વિગ્રહ કરતા ‘ ને’ આવે તો કર્મ તત્પુરૂષ
➖ વિગ્રહ કરતા ‘ થી, વડે ’ આવે તો કરણ તત્પુરૂષ
➖ વિગ્રહ કરતા ‘ માટે ’ આવે તો સંપ્રદાન તત્પુરૂષ
➖ વિગ્રહ કરતા ‘ નો, ની,નું, ના’ આવે તો સંબંધ તત્પુરૂષ
➖ વિગ્રહ કરતા ‘ માં પ્રત્યે ’ આવે તો અધિકરણ તત્પુરૂષ
➖ દા.ત. ગર્ભશ્રીમંત – ગર્ભથી શ્રીમંત
🦋➖ *ઉદાહરણો* ➖🦋
➖નંદકુંવર
➖મતભેદ
➖રાજમહેલ
➖વિધાર્થી
➖શિવાલય
➖પત્રવ્યવહાર
👩🎓 *જ્ઞાન કી દુનિયા* 👩🎓
No comments:
Post a Comment