Monday 17 July 2017

🦋➖ *અલંકાર* ➖🦋

🦋➖ *અલંકાર* ➖🦋

💁🏻‍♂ *અલંકાર એટલે*

👉🏿 સાહિત્યમાં વાણીને શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય રૂપોનો જે પ્રયોજન કરવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે.

💁🏻‍♂ *અલંકારના બે પ્રકાર છે*

🔹શબ્દાલંકાર

🔹અર્થાલંકાર

👉🏿 *શબ્દાલંકાર*

➖ વાકયમાં કે પંકિતમાં જ્યારે શબ્દની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે શબ્દાલંકાર બને છે.

👉🏿  *અર્થાલંકાર*

➖ વાકયમાં કે પંકિતમાં જ્યારે અર્થની મદદથી ચમકૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે.

 💁🏻‍♂ *ઉપમેય એટલે*

➖ જે વસ્તુ કે પદાર્થની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહે છે.

 💁🏻‍♂ *ઉપમાન એટલે*

➖જે વસ્તુ કે પદાર્થની સાથે સરખામણીકરવાની હોય તે ઉપમાન કહે છે.

 💁🏻‍♂ *સાધારણ ધર્મ એટલે*

➖બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઇ ખાસ  ગુણોને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.

💁🏻‍♂ *ઉપમાવાચક શબ્દો*

➖બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેની સરખામણી કરવામાટે વપરાતા શબ્દોને ઉપમાવાચક શબ્દો કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

👩‍🎓👨🏻‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🎓👩‍🎓

➖➖➖➖➖➖➖➖➖➖➖

💁🏻‍♂ *શબ્દાલંકારના પ્રકાર ચાર*

(૧) વર્ણાનુપ્રાસ  (વર્ણસગાઇ)(૨) યમક (શબ્દાનુપ્રાસ)
(૩)  આંતરપ્રાસ  (પ્રાસસાંકળી)
(૪) અંત્યાનુપ્રાસ

💁🏻‍♂ *અર્થાલંકારના પ્રકાર આઠ*

(૧) ઉપમા
(૨) ઉત્પ્રેક્ષા
(૩) રૂપક
(૪) અનન્વય
(૫) વ્યતિરેક
(૬) શ્લેષ
(૭) સજીવારોપણ
(૮) વ્યાજસ્તુતિ

➖➖➖➖➖➖➖➖➖➖➖

👩‍🎓👨🏻‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍🎓👩‍🎓

➖➖➖➖➖➖➖➖➖➖➖

💁🏻‍♂ *ઉપમા અલંકાર*

➖ ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને  છે. ઉપમાવાચક શબ્દો જેવા કે શી, શું, જેવું, જેમનું, તેમનું, સરખું, સમોડું, તુલ્ય, પેઠે, માફક અને સમાન શબ્દો વપરાય છે.

➖ *દા.ત.* દેવલના અક્ષર મોતીના દાણા જેવા છે. (દેવલ- ઉપમેય અને મોતીના દાણા- ઉપમાન)

🦋➖ *ઉદાહરણો* ➖🦋

➖ પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઇ શકે છે.

➖મને તેમનું વચન અપમાન જેવું લાગે છે.

➖સંતરાની  છાલ જેવો તડકો વરસે છે.

➖ધરતીપર વરદાનની માફક ચાંદની ઊતરી રહી છે

➖➖➖➖➖➖➖➖➖➖➖

🦋👩‍🎓 *જ્ઞાન કી દુનિયા* 👩‍🎓🦋

➖➖➖➖➖➖➖➖➖➖➖

💁🏻‍♂ *અનન્વય અલંકાર*

➖ ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.

➖ *દા.ત.* ગાંધીજી એટલે ગાંધીજી

💁🏻‍♂ *રૂપક અલંકાર*

➖ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.

➖ *દા.ત.*પુત્રના અવસાન પછી મા શોક સાગરમાં 

💁🏻‍♂ *ઉત્પેક્ષા અલંકાર*

➖ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ,સંભાવના કે વિચાર કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે.

➖ *ઉત્પેક્ષા વાચક શબ્દો*
જાણે, રખે, શકે, શું.

➖ *દા.ત.* હૈયું જાણે હિમાલય

💁🏻‍♂ *વ્યતિરેક અલંકાર*

➖ ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.

➖ *દા.ત.* એની વાણી અમૃતથીયે મીઠી હતી.

💁🏻‍♂ *શ્લેષ અલંકાર*

➖ જ્યારે શબ્દને જોડવાથી કે તોડવાથી અથવા એક જ શબ્દના બે અથવા બેથી વધારે અર્થ બને ત્યારે શ્લેષ અલંકાર બને છે.

➖  *દા.ત.*  જવાની તો જવાની છે.

💁🏻‍♂ *સજીવારોપણ અલંકાર*

➖ નિર્જીવ વસ્તુમાં જ્યારે સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર  બને છે.

➖ *દા.ત*  મને લાગ્યું ચાંદો ધીમે ધીમે ચાલી રહ્યો છે.

💁🏻‍♂ *વ્યાજસ્તુતિ અલંકાર*

➖ જ્યારે વખાણરૂપે નિંદા અને નિંદારૂપે વખાણ કરવામાં આવે ત્યારે  વ્યાજસ્તુતિ અલંકાર બને છે.

➖ *દા.ત* શું તમારી બહાદૂરી ! ઉંદર જોઇને નાઠા!

💁🏻‍♂ *વર્ણસગાઈ/ વર્ણાનુપ્રાસ /અનુપ્રાસ અલંકાર*

➖ વાક્ય કે પંક્તિમાં પ્રારંભે એકનો એક અક્ષર બે અથવા બેથી વધારે વખત આવી ચમત્કૃતિ સર્જે ત્યારે આ અલંકાર બને છે.

➖ *દા.ત.* નટવર નિરખ્યા નેણ ! તે….

💁🏻‍♂ *આંતરપ્રાસ /પ્રાસસાંકળી*

➖ પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણમાં પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આ અલંકાર બને છે.

➖ *દા.ત.* વિદ્યા ભણીયો જેહ,તેહ ઘેરે વૈભવ રૂડો.

💁🏻‍♂ *યમક/શબ્દાનુપ્રાસ*

➖ જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવનારા બે અથવા બેથી વધારે શબ્દો આવી ચમત્કૃતિ સર્જાય ત્યારે આ અલંકાર બને છે.

➖ *દા.ત* સંપ ત્યાં જંપ નહિતર ધરતીકંપ

No comments:

Post a Comment