Monday 17 July 2017

ðŸĶ‹ *āŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠļāŠŪુāŠĶ્āŠ° āŠ•િāŠĻાāŠ°ા* ðŸĶ‹

🦋 *ગુજરાત સમુદ્ર કિનારા* 🦋

👉🏿  *અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો*

💥➖ગુજરાતના અહેમદપુરમાંડવી માં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદ્ર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના મહારાવના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.

👉🏿 *ચોરવાડ સમુદ્ર કિનાર*

💥➖ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ શહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આમ્તરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે. અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.

👉🏿 *દીવ સમુદ્ર કિનારો*

💥➖દીવ સમુદ્ર કિનારો એ સૌરાષ્ટ્રને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તનાવથી દૂર એક શાંત વેકેશન માટૅ ઉત્તમ જગ્યા છે.

👉🏿 *ગોપનાથ સમુદ્ર કિનારો*

💥➖ગોપનાથ સમુદ્ર કિનારો ગુજરાતના ભવનગર જિલ્લામાં આવેલ છે. તે તલાજા તાલુકામાં આવે છે. તે ખંભાતનઅ અખાતના કિનારે આવેલો છે અને તલાજાથી ૨૨ કિમી દૂર છે. આ એક એજ અછુતો કિનારો છે જે તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથ નો એક કિલ્લો અહીં અવેલો છે.

👉🏿 *કચ્છ માંડવી સમુદ્ર કિનારો*

💥➖કચ્છ માંડવી શહેરમાં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. ભૂજથી ૭૫ કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.

👉🏿 *ઉમરગામ સમુદ્ર કિનારો*

💥➖ઉમરગામ એ મુંબઈ સૂરત રેલ્વે માર્ગ થી ૬ કિમી દૂર આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું.

👉🏿 *તિથલ સમુદ્ર કિનારો* (વલસાડ)

💥➖ આ સમુદ્રકિનારો વલસાડ શહેરથી ૫ કિમી દૂર આવેલ છે. અહીં દરિયા કિનારે એક મંદિર આવેલું છે

✍🏿 *વારિશ*
🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

No comments:

Post a Comment