Monday 17 July 2017

👳🏼 *ઉપેન્દ્ર ત્રિવેદી* 👳🏼

👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍🏫

🏖 *આજે ૧૪ જુલાઇ જન્મદિન* 🏖

👳🏼 *ઉપેન્દ્ર ત્રિવેદી* 👳🏼

📮➖ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ તા. ૧૪/૭/૧૯૩૬ના રોજ થયો હતો.

📮➖તેમનું વતન ઇડર  નજીકનાં કુકડીયા  ગામ હતું.

📮➖પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ  હતું.

📮➖તેમના માતા-પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા.

📮➖ શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા.

📮➖તેમના પિતા કે જે મિલમજૂર હતા તેમને પક્ષઘાત થયેલો ત્યારે તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું.

📮➖ઉપેન્દ્ર ત્રિવેદી – ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુળાઓમાંના એક હતા.

📮➖તેમણે ’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી.

📮➖ તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે.

📮➖તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.

📮➖ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો.

📮➖મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું.

💥 *સમીર પટેલ* 💥
🦋🏝 *જ્ઞાન કી દુનિયા* 🦋🏝

👩🏻‍🏫👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👩🏻‍🏫

No comments:

Post a Comment