Monday 17 July 2017

*🍫🦋બિંદુ ભટ્ટ🦋🍫*

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*🍫🦋બિંદુ ભટ્ટ🦋🍫*

📮ગુજરાતી ભાષા નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક અને અનુવાદક છે

📮 બિંદુ બહેન ગિરધરલાલ ભટ્ટનો જન્મ તા. ૧૮/૯/૧૯૫૪ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.

📮 બાળપણથી જ કંઈક શીખવાની વૃતિ હતી. ઘરમાં બધા ગુજરાતી બોલે ત્યારે એ મારવાડી બોલે.

📮 પાછળથી તેઓ લીંબડી, અમદાવાદમાં તેમનો પરિવાર સ્થાયી થયો હતો.

📮ગુજરાત યુનિવર્સિટી માંથી બીએ તથા હિન્દી વિષય સાથે એમ.એ પાસ થયા.

📮અદ્યતન હિન્દી ઉપન્યાસ ‘ કથ્ય ઔર શિલ્પ કે નયે આયામ’ વિષયપર મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ઉપાધી મેળવી હતી.

📮ત્યારબાદ ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ કોલેજમાં અધ્યાપન કરવાની સાથે તેમનું ગુજરાતી અને હિન્દીમાં લેખાન્કારની શરૂઆત કરી હતી.

📮 તેમની પ્રથમ નવલકથા મીરાં યાજ્ઞિકની ડાયરી છે. ગુજરાતી નવલકથામાં કંઈક નવા કહી શકાય તેવા બે સ્ત્રી પાત્રો વચ્ચેના સજાતીય સંબંધોનું તેમાં ક્લાસભર નિરૂપણ કરવામાં આવ્યું છે.કોધથી પીડાતી એક કદરૂપી સ્ત્રી સૌદર્ય પામવા કેવી મથામણ કરે છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રસ્તૃત નવલકથાએ ઠીક ઠીક ચર્ચા પણ જગાવી છે. આ કૃતિને ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર એનાયત થયેલ છે.

*📮તેમની બીજી એક નવલકથા ‘ અખેપાતર’ને ઈ.સ. ૨૦૦૩નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયેલ છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર એનાયત થયેલ છે*

📮તેમણે ગુજરાતી ઉપરાંત હિન્દીમાં ; અદ્યતન હિન્દી ઉપન્યાસ’. ‘આજ કે રંગ્નાતક’ , ‘ હરિવલ્લભ ભાયાણીના ગ્રંથનો હિન્દી અનુવાદ ‘અપ્રભ્રંશ વ્યાકરણ’ , ‘ધીર્બહેન પટેલની ‘આંધળી ગલી’નો હિન્દીમાં અનુવાદ કર્યો છે.

*Ⓜer ghanashyam*

*📚જ્ઞાન કી દુનિયા📚*

No comments:

Post a Comment