Monday 11 September 2017

*🌺🌸હરિનારાયણ આચાર્ય🌸🌺*

*🌺🌸હરિનારાયણ આચાર્ય🌸🌺*

💭 ગુજરાતના *‘ વનેચર’* તરીકે ઓળખાતા ખ્યાતનામ પ્રકૃતિવિદ શ્રી *હરિનારાયણ ગિરધરલાલ આચાર્યનો* જન્મ *તા. ૨૫/૮/૧૮૯૭ના* રોજ *મહેસાણા જીલ્લાના ઊંઝામાં* ઔદીત્ય બ્રાહ્મણપરિવારમાં થયો હતો.

💭 શિક્ષણ પૂરું કર્યા બાદ *કાયદાના અભ્યાસ માટે થોડો સમય મુંબઈમા*ં સ્થિર થયા.

💭 મુંબઈ હતા તે દરમ્યાન જ *‘ સમાલોચક’* માસિકમાં લેખન પ્રવૃત્તિની શરૂઆત થઇ.

💭 ત્યારપછી *‘ કુમાર’ માસિકમાં* પણ લેખન કામગીરી કરી હતી.ગુજરાતના પ્રાણીઓની માહિતી તૈયાર કરી હતી.

💭 *‘વનવગડા વાસી’* પુસ્તક પ્રગટ કર્યું.

💭 *‘ ખભે ખડિયો’, ‘અખાડો’, ‘સ્વાસ્થ્ય શક્તિ’, સૌદર્ય’* વગેરે તેમની લેખમાળાઓ પ્રગટ કરી.

💭 આ ઉપરાંત તેમણે *જીવનચરિત્રો, પ્રાણીજીવનની કેટલીક વાર્તાઓના અનુવાદ* પણ કર્યા છે.

💭 પ્રકૃતિના અભ્યાસમાંથી જે પ્રાપ્ત થયું એથી *પ્રેરાઈ ગુજરાતના પ્રાણીજીવન , વનસ્પતિસૃષ્ટ્રી અને ભૂરચનાના અવલોકન, અભ્યાસ અને સંશોધનના* પ્રચાર વિકાસ અર્થે તેમેણ મિત્રોના પ્રોત્સાહનથી  *ઈ.સ. ૧૯૩૮માં અમદાવાદમાં ‘ પ્રકૃતિ’ ત્રિમાસિક* શરૂ કર્યું.

💭 આ સામયિકના સંચાલન અને *‘ કુમાર’માની તેમની લેખમાળા ‘ વનવગડાના વાસી’* તથા અન્ય લેખો દ્વારા તેમણે કરેલી સેવાના સંદર્ભે *ગુજરાતી સાહિત્ય સભાએ ઈ.સ.૧૯૪૭ના વર્ષનો રણજીતરામ સુવર્ણચંદ્રક* એનાયત થયેલ છે.

😔 આવા મહાન ગુજરાતી પ્રકૃતિવિદ હરિનારાયણ આચાર્યનું અવસાન *૨૨ મે ૧૯૮૪નાં* રોજ થયું હતું.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment