Monday 11 September 2017

💥 *વિષય - ગુજરાતી વ્યાકરણ*

📚 *Quiz & Debate*

💥 *વિષય - ગુજરાતી વ્યાકરણ*

💥 *તારીખ - ૬/સપ્ટેમ્બર/૨૦૧૭*

💥 *કવિઝ બાય - પૃથ્વીરાજ ચૌહાણ*

⬛⬜⬛⬜⬛⬜⬛⬜⬛⬜⬛

*(૧) ‘કંઠે ભુજાઓ રોપવી’ આ રૂઢિપ્રયોગ નો અર્થ...*

(A) અંગત વાત જાણવા ન દેવી
(B) વેદના થી રડવા જેવું થઈ જવું
(C) પોતાની વાત પ્રત્યે અડગ રહેવું
*(D) ભાવભીનું સ્વાગત કરવું* ✔

*(૨) ઘૂમટો તણેલી સ્ત્રી શબ્દસમુહ માટે એક શબ્દ...*

*(A) સરંગટ* ✔
(B) નવોઢા
(C) શિરમોર
(D) લાજીતા

*(૩) ‘નિર્મળ ગુજરાત કોને ન ગમે’ આ વાક્ય માં ‘નિર્મળ’ શબ્દ ને વ્યાકરણ ની પરિભાષા માં શુ કહેશો ?*

(A) સર્વનામ
(B) કૃદંત
*(C) વિશેષણ*
(D) સંજ્ઞા

*(૪) છન્દ ઓળખવો :*
*“સોટીને શિક્ષકો કેરા, શાળા માંહે સમાગમે, વિદ્યાને વેદના બે મેં, એક સાથે જ મેળવ્યા”*

(A) મંદાક્રાંતા
*(B) અનુષ્ટુપ* ✔
(C) દોહરો
(D) મનહર

*(૫) ‘હલકા તો પરેવાની પાંખથી, મહાદેવથી યે મોટાજી’ - આ પંક્તિ માં અલંકાર કયો છે ?*

(A) ઉતપ્રેક્ષા
(B) યમક
*(C) વ્યતિરેક* ✔
(D) અનન્વય

*(૬) ‘બેવટો’ - આ શબ્દ કોના માટે વાપરી શકાય ?*

(A) બે વ્યક્તિ માટે
(B) અતિશય વટ માટે
(C) દેશવટો આપીએ ત્યારે
*(D) બે નદી ના સંગમ માટે* ✔

*(૭) ‘અચ્છેર’ શબ્દ ની સંધિ છૂટી પાડો ?*

(A) અદ + શેર
*(B) અધઃ + શેર* ✔
(C) અધ + શેર
(D) અદ્ય + શેર

*(૮) ઉચ્ચાર ની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ?*

(A) ચ
(B) છ
*(C) ગ* ✔
(D) જ

*(૯) શબ્દકોશ ના ક્રમ માં છેલ્લે કયો શબ્દ આવશે ?*

*(A) ઝરમર* ✔
(B) અંજની
(C) જ્ઞાન
(D) જગન્નાથ

*(૧૦) ગજલ સાથે સબંધ ન ધરાવતો શબ્દ કયો છે ?*

(A) ઉથલો
(B) રદીફ
(C) શેર
*(D) મત્લા* ✔

*(૧૧) ‘ઠરેલ’ શબ્દ નો વિરોધી શબ્દ જણાવો.*

(A) વાણો
*(B) ઉછાંછળૂ* ✔
(C) અદ્વૈત
(D) છૂટ

*(૧૨) ‘સંદેશ’ વર્તમાનપત્ર ના તંત્રી કોણ છે ?*

(A) શ્રેયાશ શાહ
(B) યશવંત શાહ
*(C) ફાલ્ગુનભાઈ પટેલ* ✔
(D) ભુપત વડોદરિયા

*(૧૩) ....... માં રહેવા થી સુખ મળે એવું ક્યાં છે ? - યોગ્ય શબ્દ મુકો.*

(A) પ્રસાદ
*(B) પ્રાસાદ* ✔
(C) કુટિયા
(D) નગરી

*(૧૪) નીચેના માંથી કઈ જોડણી ખોટી છે ?*

(A) સરઘસ
*(B) સૂનમુન* ✔
(C) તિમિર
(D) વિજળી

*(૧૫) રણમલ છન્દ ના રચયિતા નું નામ શું છે?*

(A) શાલીભદ્ર સુરી
(B) વિનયચંદ્ર
(C) જિન સુરી
*(D) શ્રીધર વ્યાસ* ✔

*(૧૬)* આતો *ભગવાનની* લીલા છે - વિભક્તિ ઓળખાવો.

(A) સંપ્રદાન વિભક્તિ
*(B) સબંધ વિભક્તિ* ✔
(C) અપાદાન વિભક્તિ
(D) અધિકરણ વિભક્તિ

*(૧૭) જેનું એક પણ બાળક મરી ન ગયું હોય તેવી સ્ત્રી - માટે નો સમાસિક શબ્દ જણાવો.*

(A) અવિકારી
*(B) અખોવાન* ✔
(C) અખંડ સૌભાગ્યવતી
(D) અન્નપૂર્ણા

*(૧૮) ‘અનભે’ શબ્દ નું શિષ્ટ રૂપ આપો.*

(A) ભયભીત
(B) આકાશ
*(C) નિર્ભય* ✔
(D) વાદળ

*(૧૯) મને પણ રાત્રે નીંદ નથી આવતી. - નિપાત ઓળખો*

(A) નથી
*(B) પણ* ✔
(C) રાત્રે
(D) નિંદ

*(૨૦) નીચે માંથી કયો એક રૂઢિપ્રયોગ છે ?*

(A) ઉતર્યો અમલ કોડી નો
(B) એક પંથ ને દો કાજ
(C) એક હાથે તાળી ન પડે
*(D) ડાગળી ચાસકી જવી* ✔

*(૨૧) ‘મ સ જ સ ત ત ગા’ ગણ બંધારણ કયાં શબ્દ નું છે ?*

(A) મંદાક્રાંતા
*(B) શાર્દુલવિક્રિડીત* ✔
(C) વસંતતિલકા
(D) સગધરા

*(૨૨) નીચેના પૈકી કયો છન્દ અક્ષરમેળ છન્દ છે ?*

(A) દોહરો
(B) હરિગીત
(C) ચોપાઈ
*(D) અનુષ્ટુપ* ✔

*(૨૩) ‘શર’ શબ્દ નો અર્થ જણાવો.*

(A) શૂરાતન
(B) સરોવર
*(C) બાણ* ✔
(D) માથું

*(૨૪) નીચેના પૈકી કયાં શબ્દ ની જોડણી બંને રીતે માન્ય નથી ?*

*(A) ભાવિ - ભાવી* ✔
(B) કવીન્દ્ર - કવિન્દ્ર
(C) કુટીર - કુટિર
(D) રાષ્ટ્રિય - રાષ્ટ્રીય

*(૨૫) ગુજરાતી ભાષા નો પ્રથમ શબ્દકોશ....*

(A) નવો કોશ
*(B) નર્મ કોશ* ✔
(C) સાર્થ કોશ
(D) વિનીત કોશ

2 comments:

  1. દરરોજ કામ ની નોંધપોથી
    શબ્દ સમૂહ માટે એક શબ્દ

    ReplyDelete
  2. દરરોજ કામ ની નોંધપોથી...
    શબ્દ સમૂહ માટે એક શબ્દ

    ReplyDelete