Monday 11 September 2017

🌸🌼🌺મધર ટેરેસા🌺🌼🌸*

*🌸🌼🌺મધર ટેરેસા🌺🌼🌸*

  *‘ આજે આપણું વિશ્વ આજે ભૂખ્યું છે માત્ર રોટલા માટે નહી પરંતુ પ્રેમ માટે પણ જગત ઈચ્છે છે કે કોઈ એને ચાહે ‘*

જેમના જીવનનું મુખ્ય ધ્યેય સૂત્ર હતું તેવા *ભારતરત્ન અને  વીસમી સદીની વિશ્વમાં સહુથી વધુ લોકપ્રિય અને આદરણીય દયાની દેવી* મધર ટેરેસાનો જન્મ *૨૬મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ યુગોસ્લાવિયાના સ્કોપીજ* નામના શહેરમાં થયો હતો.

🌺➖તેઓ *નાનપણ એગ્રેઝ* તરીકે ઓળખાતા હતા.

🌺➖તેમના માતાપિતા મૂળ *આલબ્નીયાના* વતની હતા.અને તેઓ યુગોસ્લાવિયામાં આવીને વસવાટ કર્યો હતો.

🌺➖માત્ર ૧૨ વર્ષની વયે જ્ તેમણે *મિશનરી* બનવાનું નક્કી કરી લીધું હતું.

🥊➖ઈ.સ. ૧૯૨૮માં દરિયાઈ જહાજ દ્વારા ભારતના *કલકત્તા* શહેરમાં આવ્યા. ૧૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ કલકતાથી લગભગ ૪૦૦ માઈલ ઉત્તરમાં *દાર્જીલિંગના ગિરિનગરમાં લોરેટી નોવિશીયેટ* ખાતે મોકલવામાં આવ્યા તથા તેમણે બંગાળી ઉપરાંત હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું.

🌺➖ *૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સિસ્ટર ટેરેસાનું* બિરૂદ પામ્યા.

🌺➖ દસમી સપ્ટેમ્બર *૧૯૪૬ના* રોજ તેમણે ગરીબોના પૂર્ણ ઉધ્ધાર માટે પોતાની જાતને સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.

🌺➖ *મેરી ટેરેસા* ત્યારબાદ *‘ મધર ટેરેસા’* તરીકે ઓળખાવા લાગ્યા. ઈ.સ. ૧૯૫૦માં તેમણે *‘ મિશનરીઝ ઓફ ચેરીટીની* સ્થાપના કરી.

🌺➖મધર ટેરેસાએ ઈ.સ. *૧૯૪૮માં* ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. *ભૂરી કિનારીવાળી સફેદ સાડીમાં* તેઓ સંપૂર્ણ ભારતીય નારી જેવા લાગતા હતા. સાડી પણ તેઓ માથે જ ઓઢી રાખતા હતા.

🌺➖તેમણે *ઈ.સ. ૧૯૫૨માં ‘ નિર્મલ હદય’* અનાથાલયની કાલીઘાટમાં સ્થાપના કરી. જેનાથી હજારો બીમાર , નિરાધાર અને વૃદ્ધ લોકોને રહેવા માટે આશરો મળ્યો. અત્યારે લગભગ *૧૬૯ શૈક્ષણિક સંકુલ અને ૧૩૬૯ દવાખાના* સાથે અનેક દેશોમાં તેની શાખાઓ આવેલી છે.

🌺➖આ ઉપરાંત અનાથ, અપંગ અને માનસિક રીતે વિકલાંગ બાળકો માટે તેમણે *‘ શિશુભવન’ની* સ્થાપના કરી. *ઈ.સ. ૧૯૭૨માં વિશ્વનો સર્વોચ્ય ગણાતો નોબલ પારિતોષિક માનવસેવાના* પરિપાકરૂપે અર્પણ કરવામાં આવ્યો.

🌺➖ *ઈ.સ. ૧૯૬૨માં પદ્મશ્રી પુરસ્કાર, ઈ.સ. ૧૯૮૦માં ભારતરત્ન અને ઈ.સ્.અ ૧૯૮૫માં* મેડલ ઓફ ફીડમ પુરસ્કાર પણ એનાયત થયો હતો. તેમણે રક્તપિત્ત દર્દીઓ માટે *શાંતિનગર* નામે વસાહતની સ્થાપના કરી.

😔➖સત્યના પથ પર ચાલનારા આ મહાન સન્નારીએ વિશ્વને પ્રેમ અને સેવાનો સંદેશો આપી *૫ સપ્ટેમ્બર ૧૯૯૭ના* રોજ ચિર વિદાય લીધી.

🌺➖જીવનની અંતિમ ક્ષણ સુધી અશક્ત અને નીરધ્રોની સેવા કરનાર આ મહાન મહિલાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે  વિશ્વના લગભગ *૧૭૮ દેશોના* પ્રતિનિધિઓ અંતિમવિધિમાં હાજર રહીને પુષ્પાંજલિ આપી હતી.

🌺➖મધર ટેરેસાની સ્મૃતિરૂપે ભારત ઉપરાંત *ટ્રાન્ઝનિયા, સ્વીડન, યુગાન્ડા,અલ્બાનિયા, મોગોલીયા* જેવા અનેક દેશોએ ટપાલટિકિટ બહાર  પાડી છે.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment