Monday 11 September 2017

☄ભાદરવી પુનમનો મેળો☄*

*💥Breaking News💥*6-9-17

*✍નરેશકુમાર🌹*

👇આજે ખાસ👇6 સપ્ટેમ્બર

*☄ભાદરવી પુનમનો મેળો☄*

🌷પવિત્ર યાત્રાધામ અંબાજીના ભાદરવી પુનમનો સુપ્રસિદ્ધ મેળો સંપન્ન થઇ ગયો તો ચાલો અંબાજી મંદિર અને તેની આસપાસના વિસ્તારની લોકવાયકાઓ સિવાયની ચોક્કસ આધારભૂત ઇતિહાસથી વર્તમાન સંબધિત  જાણકારી મેળવીએ
👇👇👇👇👇👇👇👇👇

☄આરાસુર/અંબાજી
☄તાલુકો👉દાંતા
☄જિલ્લો👉બનાસકાંઠા

ગુજરાતની ઉત્તર સરહદે આવેલુ પવિત્ર યાત્રાધામ એટલે અંબાજી

*🌹અંબાજી🌹*

☄ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીની હારમાળાના સર્વોચ્ચ શિખર અર્બુદગિરિ-આબુની બાજુનો ડુંગર એટલે આરાસુર
☄આરાસુર-ડુંગર પર માતાજીનું સ્થાનક અંબાજી

☄ગુજરાત અને ભારતના માતૃતીર્થોમા મહત્વ ધરાવતું અને 51 શક્તિપીઠોમાનુ એક શક્તિપીઠ

☄હિન્દુઓ અને જૈનો પણ અંબાજીને પુજે છે, માનતા રાખે છે.

☄પાલનપુરથી લગભગ પચાસ કિમી દુર ડુંગરાઓમા આરાસુર ડુંગર પર આવેલ અંબાજી એટલે મંદિરની આસપાસ વસેલ ગામ.

☄મંદિરને કારણે યાત્રાળુઓની સવલતો માટે અને માતાના પૂજા પ્રસાદ તથા નાની મોટી ચીજોનુ બજાર પણ વિકસ્યુ છે

☄હાલના મંદિરને સુવર્ણથી મઢવાનુ પણ કામ ચાલુ છે
---------------------------
*🌹ગબ્બર🌹*

☄અંબાજી નજીકની જ ટેકરી-ગબ્બર પર માતાજીનુ મૂળ સ્થાનક

☄અંબાજી મંદિરથી ગબ્બર પર્વત 3-4 કિ.મી. દુર

☄યાત્રાળુઓ દુર દુરથી પગપાળા ચાલીને આવ્યા અને થાક્યા હોવા છતાં અને ગબ્બર પર્વતનુ કપરૂ ચઢાણ હોવા છતાં પણ માતાજીનુ મૂળ સ્થાનક હોવાથી ત્યાં  પણ દર્શન કરવા અચુક જાય.

☄અંબાજી મંદિરમાં બારેમાસ ભક્તો આવતા હોય છે. પરંતુ "ભાદરવી પુનમના મેળે" ભાગ્યેજ કોઇ જવાનુ ચુકતા હશે.

☄"જય અંબે"ના નાદ થી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે.

☄મંદિરનો આગળનો ભાગ ચાચરચોક થી ઓળકાય છે.
---------------------------
*🌹આરાસુર🌹*

☄આરાસુર નામને અનુરૂપ જ ડુંગર પર આરસની ઘણી ખાણો અને આરસના પથ્થરોનો મોટો ઉદ્યોગ

☄તાંબુ પણ નજીકમાથી નીકળે છે. એટલે આ સ્થળનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે
☄જંગલો કપાતા જાય છે🙊
☄ડુંગરો ઉઘાડા થતા જાય છે😌
---------------------------
*🌹કુંભારીયા ના દેરા🌹*

☄અંબાજીની નજીક જ લગભગ ગામને પાદરે જ આવેલ છે કુંભારીયા જે મહત્વનું જૈન તીર્થ

☄અહીંના પ્રાચીન જૈન મંદિરોમાની આરસની કોતરણી દેલવાડાના દેરા (આબુ) જેવી જ છે

☄સોલંકી કાળ માં બંધાયેલા આ સુંદર કોતરણીવાળા મંદિરો છે.

☄સોલંકી કાળના સમયમા *આબુ અને પાલનપુર વચ્ચેના વિસ્તારમાં "ચંદ્રાવતી" નામે સમૃધ્ધ નગર* હતુ. આ આખુ નગર આરસનુ બંધાયેલુ હતુ.

☄સોલંકી ભીમદેવના વિમળ મંત્રી શૂરવીર અને મુત્સદી તથા સમૃધ્ધ શ્રેષ્ઠી હતા.
☄વીમળમંત્રી અંબાજી માતાના પરમ ભક્ત હતા.

☄આમ સોલંકી સમયમા વીમળમંત્રીએ 👇
*👉ચંદ્રવતીનગર* વસાવ્યુ.
*👉કુંભારીયાના દેરા (અંબાજી)*
*👉દેલવાડાના દેરા (આબુ)*
👆જેવા સુંદર કોતરણીવાળા જૈન મંદિરો બાંધ્યા
---------------------------
*🌹કોટેશ્વર🌹*

☄કુંભારીયાથી આગળ જતા કોટેશ્વર આવે

*☄કોટેશ્વર- સરસ્વતી નદીનુ મૂળ ઉત્પતિ સ્થાન* અને ત્યાં કોટેશ્વરના કુંડ આગળથી પહાડના ઢોળાવ પર નિર્ણયની જેમ સરતી આવતી સરસ્વતી નદી....
---------------------------
*ઉતર મા અંબા માતા*
પૂર્વ મા કાળી માતા
છે દક્ષિણ દિશા મા કરંત રક્ષા ,
કુંતેશ્વર મહાદેવ
ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્વિમ કેરા દેવ
છે સહાય માં સાક્ષાત
*જય જય ગરવી ગુજરાત*

👆કવિ નર્મદ દ્રારા ગચિત *ગુજરાતનું યશગાન "જય જય ગરવી ગુજરાત"* મા પણ અંબાજીનો ઉલ્લેખ કરાયો છે
---------------------------
*🌹આબુ🌹*
ભાષાવાર રાજ્યરચનાને કારણે રાજસ્થાનનો હિસ્સો બનેલા આબુમાં ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસ સચવાયો છે તો એ વિશે વધુ જાણકારી ફરી ક્યારેક🙏
---------------------------
*✍નરેશકુમાર-🌹*
---------------------------

No comments:

Post a Comment