Monday 11 September 2017

⭐ *દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે માહિતી* ⭐

⭐ *દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે માહિતી* ⭐

💥 *દ્વિતીય વિશ્વઘુદ્વનાં કારણો :*

*(1)* વર્સેલ્સની સંધીથી *જર્મન પ્રજા* બદલો લેવા કટિબદ્ધ થઈ . ઇટલી અને જાપાનને આ સંધિથી ઓછો લાભ મળતાં આ રાષ્ટ્રો *વિસ્તારભૂખ્યાં* રહ્યાં.

*(2)* પ્રજાકીય સરકારો નિષ્ફળ જતાં જર્મનીમાં *એડોલ્ફ હિટલર* અને ઇટલીમાં *બેનિટો મુસોલિની* સરમુખત્યાર બન્યાં.

*(3)* સભ્યરાષ્ટ્રોએ રાષ્ટ્રસંધની બહાર *જૂથબંઘીઑ* રચતાં દ્વિતીય વિશ્વયુદ્ધ નજીક આવી ગયું.

*(4)* જર્મની, ઇટલી, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, જાપાન વગેરે રાષ્ટ્રનેએ *શસ્ત્રીકરણ* પાછળ અઢળક ખર્ચ કર્યો.

*(5)* આક્રમણખોર રાષ્ટ્રોને આક્રમક બનતાં અટકાવવામાં *રાષ્ટ્રસંઘ નિર્બળ* રહ્યું.

*(6)* ઈ.સ. 1931માં જાપાને ચીનનો *મંચુરિંયા પ્રાંત* જીતી લીધો. જાપાનની આ સામ્રાજ્યવાદી નીતિ વિશ્વશાંતિ માટે ભયરૂપ બની.

*(7)* હિટલરે જર્મન પ્રજાને ઉગ્ર *રાષ્ટ્રવાદ* તરફ દોરી *સામ્રાજ્યવાદી* આક્રમક નીતિ અપનાવી.

*(8)* હિટલરે *1 સપ્ટેમ્બર, 1939* ના રોજ *પોલેન્ડ* પર આક્રમણ કર્યું અને *દ્વિતીય વિશ્વયુદ્ધ* ની શરૂઆત થઈ.

💥 *દ્વિતીય વિશ્વયુદ્ધના બનાવો :*

*(1)* જૂન, 1940 સુધીમાં  જર્મનીએ પોલેન્ડ જીત્યું અને રશિયાએ ઇરટોનિયા, લૅટ્વિયા અને લિઘુએનિયા કબજે કર્યા. નોર્વે, ડેભાર્ક, હૉલૅન્ડ, બેસ્જિયમ, લક્સમબર્ગ *હિટલર* ની સત્તા નીચે આવ્યાં.

*(2)* 10 જૂન, 1940માં *નાઝીસેંનાએ* ફ્રાન્સના પેરિસમાં વિજય પ્રવેશ કર્યો.

*(3)* સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી જર્મનીએ ઇંગ્લેન્ડનેં હંફાવવા *લંડન પર બૉમ્બમારો* કર્યો, પરંતુ સફળતા ન મળી.

*(4)* હિટલરે મૈત્રીકરારનો ભંગ કરી 22 જૂન, 1941ના રોજ
*રશિયા પર આક્રમણ* કર્યું, રશિયાના ભયંકર શિયાળાએ *જર્મન સૈન્યનો* સર્વનાશ કર્યો.

*(5)* જુલાઈ, 1941માં *જાપાને* હિંદી ચીન પર આક્રમણ કરતાં અમેરિકાએ જાપાન સાથેના સંબંધો તોડી નાખયા.

*(6)* ડિસેમ્બર,1941માં *જાપાને અમેરિકાના પર્લ હાર્બર* બંદર પર હવાઈ હુમલો કરતાં અમેરિકાને ધણું નુકસાન થયું અને તેના બે હજાર સૈનિકો માર્યા ગયા.

*(7)* અમેરિકાએ જાપાન સામે યુદ્ધ જાહેર કરતાં યુદ્ધનું પાસું *મિત્રરાજ્યોની* તરફેણમાં પલટાયું.

*(8)* જુલાઈ, 1943માં ઈંગ્લેન્ડ અને અમેરિકામાં સંયુક્ત દળોએ જર્મની તથા ઇટલીનાં લશ્કરોને *આફ્રિકામાંથી* હાંકી કાઢયાં. સપ્ટેમ્બર, 1943માં *ઇટલીનું પતન થયું.*

*(9)* મિત્રરાજ્યોનાં સંયુકત લશ્કરોંએ જર્મની પર આક્રમણ કરતાં 30 એપ્રિલ, 1945ના રોજ *હિટલરે આત્મહત્યા કરી* અને 7 મે, 1945ના રોજ જર્મનીએ શરણાગતિ સ્વીકારતા યુરોપીય યુદ્ધનો અંત આવ્યો.

*(10)* 8,જૂન,1945માં મિત્રરાજ્યોએ *જાપાન ને* અગ્નિ એશિયાના દેશોમાંથી પાછું ધકેલ્યું. આમ છતાં જાપાનના તાબે ન થતાં *6,ઓગસ્ટ,1945* ના રોજ જાપાનના *હિરોશીમા* અને *9 ઓગસ્ટ,1945* ના રોજ *નાગાસાકી* શહેર પર અમેરિકાએ અણુબૉમ્બ ફેંક્યા. 14,ઑગસ્ટ,1945 ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારતાં દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

💥 *દ્વિતીય વિશ્વયુદ્વનાં રાજકીય પરિણામો :*

*(1)* અમેરિકા *વિશ્વની સર્વશક્તિશાળી સત્તા* તરીકે બહાર આવ્યું.

*(2)* પરાજિત *જર્મની* ને ચાર વિસ્તારોમાં વહેંચી નાખી ચાર મહાસત્તાઑનો વહીવટ સ્થાપવામાં આવ્યો.

*(3)* જાપાનમાં *સંસદીય લોકશાહી સરકાર* સ્થાપવામાં આવી.

*(4)* રોમેનિયા, બલ્ગેરિયા, ફિનલેન્ડ, હંગેરી તથા ઇટલીના પ્રદેશો લઈ લેવામાં આવ્યા.

*(5)* ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ નબળી પડતાં ભારત, શ્રીલંકા, મ્યાનમાર, હિંદી ચીન, ઇન્ડોનેશિયા, મલાયા, ઇજિપા, પાના, નઇજીરિયા વગેરે *રાષ્ટ્રો સ્વતંત્ર બન્યાં.*

*(6)* *લોકશાહી દેશ અમેરિકા* અને *સામ્યવાદી દેશ રશિયા* પરસ્પર વિરોધી જૂથમાં વહેંચાઈ ગયા.

*(7)* વિશ્વમાં કાયમી શાંતિની પુનઃસ્થાપના માટે *24 ઓક્ટોબર, 1945ના રોજ ‘સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)*ની સ્થાપના કરવામાં આવી.

👨🏻‍🎤 *Pruthvi-* 👨🏻‍🎤

💭♥ *જ્ઞાન કી દુનિયા* ♥💭

No comments:

Post a Comment