Monday 11 September 2017

👩🏻‍🏫 *ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન*

☝🏿☝🏿☝🏿☝🏿

👩🏻‍🏫 *ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન*

➖ મહાન વિચારક, ચિંતક તથા રાષ્ટ્રીય શિક્ષણ પધ્ધતિના પ્રહરી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો *જન્મ તા. ૫/૯/૧૮૮૮ના રોજ મદ્રાસના તિરૂતની ગામમાં થયો હતો.*

➖સમગ્ર વિશ્વમાં શિક્ષકોને ગૌરવ આપનાર , જ્ઞાનથી વધારે બીજું કંઈ પવિત્ર નથી. એ એમનો જીવનમંત્ર હતો. “ *કોઈપણ ભોગે સત્તા નહી પણ કોઈપણ ભોગે સેવા”* એમ તેઓ માનતા હતા.

➖પૂર્વ પશ્ચિમના સેતુરૂપ વિચાર, આજીવન તત્વજ્ઞ શિક્ષક, અસ્ખલિત વક્તા અને રાજપુરૂષ હતા. દર્શનશાસ્ત્રમાં એમ.એ કરી તેઓ અધ્યાપક બન્યા. ત્યારપછી આંધ્રપ્રદેશ બનારસ યુનિવર્સિટીના કુલપતિ , રશિયાના એલચી અને *ઓક્સફર્ડ યુનિવર્સિટીના નીતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમણૂંક મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા.*

➖ ત્યારપછી તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા.

➖ *એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારના બાળકે અસાધારણ સીધી હાંસલ કરીને દેશનું સર્વોચ્ય પદ મેળવ્યું એ પ્રેરણા ગાથાને યાદ કરવા માટે પણ શિક્ષક દિવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવે છે.*

➖ડૉ. રાધાકૃષ્ણને યાદ કરીને તેમનું ઉદાહરણ વિદ્યાર્થીઓને આપી બાળકોને અસાધારણસિદ્ધિ માટે અભિપ્રેરણ આપવામાં આવે છે.

➖ભગવદગીતા અને ભારતીય દર્શન તેમના અનન્ય ગ્રંથો હતા. મદ્રાસી પાઘડીવાળો, અદ્વિતીય વેશ, હાથમાં ચબરખી રાખ્યા વિના સ્વસ્થ, પ્રાસાદિક અસ્ખલિત અંગ્રેજી ભાષામાં એ મંત્રમુગ્ધ થઈ જવાય તેવું વ્યાખ્યાન આપતા હતા. યંત્ર અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધતા માનવને એની આગવી વિચારસરણી, ભારતીય તત્વજ્ઞાનની દ્રષ્ટીનું અસરકારક અનુસંધાન દોર મેળવી આપનાર ચિંતક સંધિ પુરૂષ હતા.

➖બ્રહ્મસૂત્ર , ગીતા ઉપનિષદો દ્વારા એમની મૌલિક દ્રષ્ટિનો પરિચય થયો. અંગ્રેજી ભાષાની અને સંસ્કૃત દર્શન સાહિત્યની અભૂતપૂર્વ સિદ્ધિ સમૃદ્ધિ એમના વ્યાખ્યાનોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે.

➖ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની બુદ્ધિ પ્રતિભા અને માનવપ્રેમી વ્યક્તિત્વ ધરાવતા હતા. શિક્ષક ઉપરાંત તેઓ એક ઉત્તમ રાજનીતિજ્ઞ પણ પુરવાર થયા. તેમનું *અવસાન ૧૭ એપ્રિલ ૧૯૭૫ન રોજ ચેન્નાઈ ખાતે થયું હતું.*

👩🏻‍🏫🔳 જ્ઞાન કી દુનિયા 🔳👩🏻‍🏫

No comments:

Post a Comment