Monday 11 September 2017

*પૌરાણિક બાબતો*

*પૌરાણિક બાબતો*

*🏏 જ્ઞાન કી દુનિયા 🏏*

*💁🏻‍♂રામાયણના પાત્રો*

✡રામ – રાજા દશરથના પુત્ર

✡સીતા - રામના પત્ની

✡લવ - રામ અને સીતાનો પુત્ર

✡કુશ- રામ અને સીતાનો પુત્ર

✡દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા

✡કૌશલ્યા- રામની માતા.

✡કૈકૈયી - દશરથ રાજાના પત્ની અને ભરતની માતા

✡સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા

✡લક્ષ્‍મણ - રામના ભાઈ. સુમિત્રાનો મોટો પુત્ર.

✡ઉર્મિલા- લક્ષમણના પત્ની.

✡ભરત - રામના ભાઈ. કૈકેયીનો પુત્ર.

✡માંડવી - ભરતના પત્ની.

✡શત્રુઘ્ન - રામના ભાઈ. સુમિત્રાનો નાનો પુત્ર.

✡જનક-સુનયના- સીતાના પિતા-માતા.

✡કુશધ્વજ- જનકના ભાઈ (ઉર્મિલા અને માંડવીના પિતા)

✡ગુહ - રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.

✡વશિષ્‍ઠ- અયોધ્યાના રાજ્યગુરુ

✡વિશ્વામિત્ર- રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.

✡બ્રહ્મ‍ર્ષિ‍ કુશધ્વજ- દેવોના ગુરૂ બ્રૃહસ્પાતિના પુત્ર

✡વેદવતી- બ્રહ્મ‍ર્ષિ‍ કુશધ્વજની પુત્રી (પછીના જન્મમાં જનકની પુત્રી સીતા)

✡સુગ્રીવ- વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.

✡વાલી- વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઈ.

✡ઋક્ષરર્જરા- વાલી અને સુગ્રીવના પિતા

✡તારા- વાલીની પત્ની.

✡હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામનો ભક્ત.

✡મકરધ્વજ - હનુમાનજીનો પુત્ર.

✡જાંબુવંત - રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.

✡અંગદ - વાલીનો પુત્ર

✡નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.

✡જટાયુ - ગીધ પક્ષી, દશરથનો મિત્ર.

✡સંપાતિ- જટાયુનો મોટો ભાઈ.

✡રાવણ- લંકાનો રાક્ષસ કુળનો રાજા અને શિવ નો પરમ ભક્ત.

✡વિશ્રવા- રાવણના પિતા (પ્રજાપતિકુળના શ્રેષ્‍ઠ મુનિ)

✡કૈકસી- રાવણની માતા(સુમાલિની પુત્રી)

✡મંદોદરી- રાવણની પટ્ટરાણી.

✡મયાસુર- મંદોદરીના પિતા

✡વિભીષણ- રાવણનો નાનો ભાઈ અને મંત્રી.

✡સરમા- વિભીષણની પત્નિ

✡કુંભકર્ણ- રાવણનો નાનો ભાઈ.

✡નિકુંભ- કુંભકર્ણનો પુત્ર

✡શૂપર્ણખા- રાવણની બહેન.

✡ખર, દૂષણ - રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.

✡મારિચ- તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.

✡મેધનાદ, ઇન્દ્રજીત - રાવણનો મોટો પુત્ર.

*☸☸☸મહાભારત☸☸☸*

✡અભિમન્યુ : અર્જુનનો વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં વીરગતિ પામ્યો.

✡અંબા : અંબાલિકા અને અંબિકાની બહેન, જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી.

✡અંબાલિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબા અને અંબિકાની બહેન, પાડું ની માતા.

✡અંબિકા: અંબાલિકા અને અંબાની બહેન, ધૂતરાષ્ટ્રરાજાની માતા.

✡અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતિ અને પાંડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

✡બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર.

✡બકાસુર : એક અસુર જેને મારીને ભીમે ગામના લોકોનું રક્ષણ કર્યું હતું.

✡ભીષ્મ : મુળનામ દેવવ્રત, શાન્તનુ અને ગંગાનો પુત્ર, પોતાનાં પિતાનાં થતાં પૂનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભીષ્મનાં નામે ઓળખાયા.

✡દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચે પાંડવોની અર્ધાંગિની હતી જે ભગવાન કૃષ્ણની સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે.

✡દ્રોણ : હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વત્થામાના પિતા.

✡દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નના પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં.

✡દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો.

✡દુઃશાસન : દુર્યોધનથી નાનો ભાઈ જે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીને વાળથી પકડીને લાવ્યો હતો.

✡એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન (પરોક્ષ) શિષ્ય જેની પાસેથી ગુરૂ દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો.

✡ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય.

✡ગાંધારી : ગંધાર રાજની રાજકુમારી અને ધ્રુતરાષ્ટ્રની પત્ની.

✡જયદ્રથ : સિન્ધુનો રાજા અને ધ્રતરાષ્ટ્રનો જમાઇ, કુરુક્ષેત્ર યુદ્ધમાં અર્જુને જેનો શિરોચ્છેદ કર્યો હતો.

✡કર્ણ : સૂર્યદેવનાં અહ્વાહનથી કુંતિએ કૌમાર્ય દરમ્યાન પ્રાપ્ત કરેલો પુત્ર, જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો, દાનવિર કર્ણ તરિકે પ્રખ્યાત, જેનો ઉછેર રાધા નામની દાસીએ કર્યો હોવાથી રાધેય અને દાસીપુત્રનાં નામે પણ ઓળખાયો.

✡કૃપાચાર્ય : હસ્તિનાપુરના બ્રાહ્મણ ગુરુ જેમની બહેન 'કૃપિ'નાં લગ્ન દ્રોણ સાથે થયાં હતાં.

✡કૃષ્ણ : પરમેશ્વર પોતે જે દેવકીનાં આઠમા સંતાન રૂપે અવતર્યા અને દુષ્ટ મામા કંસનો વધ કર્યો.

✡કુરુક્ષેત્ર : જ્યાં મહાભારતનું મહાન યુદ્ધ થયું હતું તે ભુમિ જે આજે પણ ભારતમાં તે જ નામે પ્રચલિત છે.

✡પાંડવ : પાંડુ તથા કુંતિ અને માદ્રીનાં પુત્રો: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ.

✡પરશુરામ : અર્થાત્ પરશુ(ફરસ) વાળ રામ. જે દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા મહારથિયોનાં ગુરુ હતાં, વિષ્ણુનાં એક અવતાર જેણે પૃથ્વિને ૨૧ વખત ક્ષત્રિય વિહોણી કરી હતી.

✡શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં પિતા.

✡ઉત્તરા : રાજા વિરાટની પુત્રી અને અર્જુનનાં પુત્ર અભિમન્યુની પત્ની.

✡મહર્ષિ વ્યાસ : મહાભારતનાં રચયિતા, પરાષર અને સત્યવતીનાં પુત્ર. તેમને કૃષ્ણ દ્વૈપાયનનાં નામે પણ ઓળખવામાં આવે છે કેમકે કૃષ્ણવર્ણનાં હતાં અને તેમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો

✡ધૃતરાષ્ટ્ર: કૌરવોનાં પિતા તથા મહાભારતનાં યુદ્ધ સમયે હસ્તીનાપુરનાં રાજા.

✡કુંતી/પૃથા: પાંડવોની માતા.

✡ઘટોત્કચ - ભીમ અને હીડિમ્બાનો પુત્ર, જેને મારવા માટે કર્ણએ ઇન્દ્ર પાસેથી વરદાનમાં મળેલું બાણ વાપરવું પડયું, તે બાણ અર્જુન માટે રાખવા ઇચ્છતો હતો.

✡બર્બરીક - ઘટોત્કચનો પુત્ર.

*જય ભાઈ અને અંકિત પરમાર*

No comments:

Post a Comment